એમ. એન્ડ પી. હાઇસ્કુલ
દાહોદ

પ્રવૃતિઓ

પ્રવાસ અને પર્યટનો

(ક) પ્રત્યક્ષ જ્ઞાન અને સામુહિક જીવનનું દ્રષ્ટિબિંદુ ખીલવવા વિદ્યાર્થીઓને લાંબા તેમજ ટુંકા પર્યટન તથા પ્રવાસે લઈ જવામાં આવે છે.

વિગતવાર

રમત -ગમત સ્પર્ધા

(બ) વિદ્યાર્થીઓને શારિરીક શિક્ષણમાં રસ લેતા કરવા અને ખેલદિલીની ભાવના ખિલવવા માટે વર્ષ દરમ્યાન રમત-ગમતની આંતવર્ગીય હરીફાઈઓ યોજવામાં આવે છે.


વિગતવાર

વિદ્યાર્થી સમિતિ

(અ)લોકશાહી પ્રજાસત્તાક ભારતના આવતીકાલના નાગરીકો આજથી જ તેમની પ્રવૃત્તિઓ સ્વયોજીત બનાવે તેમના હક્કો તથા ફરજો વિષે સભાન થાય એ હેતુથી દર વર્ષે વિદ્યાર્થી સમિતિની રચના કરવામાં આવે છે. તેનું બંધારણ ઘડી વિદ્યાર્થીઓ તે મુજબ કાર્ય કરે છે. સભ્યોની ચૂંટણી વર્ગવાર અને પ્રમુખ તથા મંત્રીની ચૂંટણી વર્ગમાંથી


વિગતવાર

વાર્ષિક ઈનામ વિતરણ

શાળા જીવનના વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃતિઓ તથા વિદ્યાભ્યાસમાં વિશેષ રસ અને રૂચિ જાગે વિશેષ શકિતઓને બહાર લાવવાની તમન્ના તેમના હદયમાં ઉઠે તેમને પ્રોત્સાહન મળે તેમની વચ્ચે તંદુરસ્ત,નિર્દોષ અને નિર્મળ સ્પર્ધાની ભાવના ખીલે એ ઉદેશથી વિદ્યાર્થીઓને શાળામાંથી ઈનામો શાળા મંડળ દ્રારા મળી રહે ત


વિગતવાર

શારિરીક તપાસ

વર્ષ દરમ્યાન ધોરણ ૮ અને ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓની શારિરીક તપાસ શાળા તરફથી કરવામાં આવે છે. અને તપાસમાં જણાતી ખામીઓ વાલીઓને ધ્યાન ઉપર લાવવામાં આવે છે. તથા આ અંગે વાલી યોગ્ય ડોકટરની સલાહ લે તેવી ભલામણ કરવામાં આવે છે.


વિગતવાર

બીજી અન્ય સ્પર્ધાઓ

જેવી કે મહેંદી હરીફાઈ,નાટક,એકપાત્રીય અભિનય,બાલોત્સવ,પતંગોત્સવ,વિશિષ્ટ દિનની ઉજવણી,ચિત્રકલા હરીફાઈ,દેશભકિત ગીત,લગ્નગીત,લોકગીત,વેશભૂષા,લોકવાર્તાનું આયોજન,પણ શાળા દ્રારા કરવામાં આવે છે.


વિગતવાર

ક્વીઝ હરીફાઈ

વિદ્યાર્થીઓમાં છુપાયેલી સુષુપ્ત શકિતઓ બહાર લાવવા તેમજ તેમને ચિંતન,મંથન,કથન,મનન,કરાવવા ઉપરાંત પ્રોત્સાહિત કરવા આ સ્પર્ધા ઉજવવામાં આવે છે.


વિગતવાર

સ્વશાશન દિન

(ય) વિદ્યાર્થીઓમાં શિક્ષણ રસ જાગે તથા શાળા સંચાલનની જવાબદારી નાના પાયા પર ઉઠાવી જાણે અને એ રીતે વહીવટી કુશળતા પ્રાપ્ત કરે તે હેતુથી વર્ષમાં એક દિવસ વિદ્યાર્થીઓ જાતે જ શાળાના આચાર્યશ્રી થી માંડી સેવક સુધીની ફરજો ઉત્સાહપુર્વક સંભાળે તે માટે સ્વશાશન દિન ઉજવવામાં આવે છે.


વિગતવાર

વિદ્યાર્થીઓના સામાયિકો તથા વકતૃત્વ સ્પર્ધાઓ

(ઈ) વિદ્યાર્થીઓમાં ભાષા અને સાહિત્ય પ્રત્યે અભિરૂચિ કેળવાય તથા તેમની સર્જન શકિત વિકસે તે હેતુથી વર્ગવાર હસ્તલેખિત અંકો બહાર પાડવામાં આવે છે. તદઉપરાંત વકતૃત્વ સ્પર્ધાઓ નિબંધ હરીફાઈઓ નાટક/નાટિકા યોજવામાં આવે છે. અને તેમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરનારને પ્રમાણપત્ર તથા ઈનામ આપવામાં આવે છે.


વિગતવાર

પ્રવૃતિઓ

પુસ્તકાલય:-
(ડ) વિદ્યાર્થીઓના વાંચન રસને પોષવા શાળામાં પુસ્તકાલયની ગોઠવણ છે. તેમાં દૈનિક સમાચાર પત્ર ઉપરાંત વિશિષ્ટ માસિકો રાખવામાં આવે છે.


વિગતવાર

ઈતર પ્રવૃત્તિઓ

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા હંમેશા પ્રયત્નશીલ રહે છે શાળા-અભ્યાસના વર્ષો દરમ્યાન ભાવિ જીવનનું ભાથુ પ્રાપ્ત કરે અને તન મનથી તેઓ ઘડાય તે અર્થે શાળા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે.


વિગતવાર

     
મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | પત્રકો | અમારો સંપર્ક |

© www.mnpdahod.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.